પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

કર રાષ્ટ્રભાષા વિષે વિચાર મને લાગ્યું કે જો રાજ થાડા કલાક અભ્યાસ કરવા લાગું તે કન્નડી શીખી જતાં મને આ। દહાડાથી વધારે ન લાગે. નામદાર શાસ્ત્રી કે મારા જેવા અધૂંક ડઝન લોકને છોડ તે ખાકીના તમે બધા સાવ જુવાન છે. તમારી પાસે શું રાજના ચાર કલાક એક મહિના સુધી હિંદી શીખવા પાછળ દેવાની શક્તિ નથી ? ૨૦ કરોડ જેટલા તમારા જ દેશમાંધવાની જોડે સબંધ બાંધવા એટલે સમય આપવે! એ શું તમને બહુ લાગે છે ? હવે માનો કે, તમારામાંથી જે અંગ્રેજી નથી જાણતાં તે એ શીખવાનો રાવ કરે છે. તમે માનો છે કે, રાજ ચાર કલાકથી મહિનામાં તમે તે શીખી શકશે ? કદી નહિ. હિંદી શીખવી એ આવી રમત વાત છે તેનું કારણ એ છે કે, હિંદના હિંદુએ જે ભાષા ખાલે છે. દક્ષિણુની ચાર ભાષા સુધ્ધાં તે ખધીમાં ઘણા સંસ્કૃત શબ્દ છે. જૂના કાળમાં ઉત્તર દક્ષિણ વચ્ચે સંબંધ સંસ્કૃત દ્વારા ચાલતા એ ઐતહાસની વાત છે. આજે પળુ દક્ષિણના શાસ્ત્રીએ ઉત્તરના શાસ્ત્રીઓ જોડે સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે, અનેક પ્રાંતીય ભાષાઓમાં ફરક મુખ્યત્વે વ્યાકરણના છે. ઉત્તર ભારતીય ભાષાનું તો વ્યાકરણ પણ સરખું છે. દક્ષિણ ભારતીય ભાષાનું વ્યાકરણ અલબત્ત ભિન્ન છે, અને તે સંસ્કૃતની અસર તળે આવી તે પહેલાં તેમના શબ્દો પણ ભિન્ન હતા. પણ હવે એમણે પણ ઘણા સંસ્કૃત શબ્દો સ્વીકાર્યા છે; તે એટલે સુધી કે, હું દક્ષિણમાં કરું છું ત્યારે એની ચારે ભાષામાં જે ખેલાય એનો સાર પકડી લેતાં મને મુશ્કેલી નથી પડતી. હવે આપણા મુસલમાન મિત્રાની વાત પર આવું. પોતપોતાના પ્રાંતની ભાષા તો જાણે તે સ્વાભાવિક રીતે જાણે જ; ઉપરાંત તે જાણું. હિંદી અને હિંદુસ્તાની કે ઉર્દૂ વચ્ચે કશો જ ક નથી. બેઉનું વ્યાકરણ એકસરખુ છે; લિપિને કારણે એમાં જે ફરક છે તે છે; અને એના વિચાર કરતાં જણાય છે કે, હિંદી, હિંદુસ્તાની અને ઉર્દૂ એ ત્રણે શબ્દો એક જ ભાષાના વાચક છે. જો આ ભાષાના શબ્દભંડાળ તરફ જોઈએ તે દેખાય છે કે ઘણાખરા તેમના શબ્દો એક છે. એટલે એક લિપિનો પ્રશ્ન, જે આપે આપ ઊકલી જશે, તે બાદ કરીએ તો મુસલમાનોને કશી મુશ્કેલી આમાં નથી. એટલે, ફરી પાછા મારા શરૂના મુદ્દા ઉપર આવતાં, જો તમારી દષ્ટિમર્યાદા ઉત્તરમાં શ્રીનગરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પશ્ચિમમાં કરાંચીથી પૃ`માં દિબ્રુગઢ સુધી વિસ્તરતી હોય, ~~ ને એટલી એ વિસ્તરવી જોઈ એ પણ ખરી, તો તેને માટે તમારી પાસે હિંદી સિવાય ખીજું કાંઈ નથી. મેં તમને બતાવ્યું - --