પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
મહાસભા અને રાષ્ટ્રભાષા

મહાસભા અને રાષ્ટ્રભાષા આપણે હિંદીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની તરફેણમાં કરાવા પસાર કર્યાં કરીએ, છતાં જો મહાસભા હમેશની કે પોતાનું કામ ચલાવ્યાં કરે, તે આપણું કામ કીડીને વેગે જ આગળ વધે. આ ઠરાવમાં મહાસભાને પ્રાંત પ્રાંત વચ્ચેના વહેવારની ભાષા તરીકે અંગ્રેજીને ન ચાલવા દેવાની વિનંતી કરેલી છે, એમાં કહેલું છે કે, અંગ્રેજીને પ્રાંતિક ભાષાઓ કે હિંદી એકનું સ્થાન ન લેવા દેવુ જોઈ એ. અંગ્રેજીએ લેાકાની ભાષાઓને હાંકી ન કાઢી હોત તો આજે પ્રાંતિક ભાષા આશ્ચર્ય ઉપજાવે એવી સમૃદ્ધ બની હોત. ઇંગ્લડે તેના રાષ્ટ્રીય વ્યવહારની ભાષા તરીકે ફ્રેંચને સ્વીકારી હત, તે આજે અંગ્રેજી સાહિત્યનું નામ પણ ન હોત. નાનાના વિજય પછી ઇંગ્લંડમાં ફ્રેંચ ભાષા ચાલતી હતી, પણ પછી ‘ શુદ્ધ અંગ્રેજી ’ની તરફેણમાં જુવાળ આવ્યું. એને લીધે આજે આપણે જોઈએ છીએ તે મહાન અંગ્રેજી સાહિત્ય પેદા થયું છે. યાકુબ હુસેન સાહેબે કહ્યુ તે સાવ સાચું છે. મુસલમાનોના સ’સની આપણા સસ્કાર અને સુધારા પર બહુ ભારે અસર પડેલી. એટલે સુધી કે, સ્વ- પતિ અયોધ્યાનાથ જેવા માણસા ફ઼ારસી અને અરબીના ખાં બન્યા હતા. એમણે અખી અને ફારસીના અભ્યાસને જે વખત આપ્યા તે બધા જન્મભાષાને આપ્યું હોત, તે એમની જન્મભાષાની ભારે પ્રગતિ થાત. તે પછી અંગ્રેજીએ અસ્વાભાવિક સ્થાન લીધું, તે આજ લગી ચાલુ રહ્યુ છે. યુનિવર્સિટીએના અધ્યાપકો અંગ્રેજીમાં છટાદાર ભાષણા કરી શકશે, પણ પોતાના વિચાર પોતાની જન્મભાષામાં વ્યક્ત નહીં કરી શકે. સર ચંદ્રશેખર વેંકટ રામનની બધી શોધખાળ એમણે અંગ્રેજીમાં લખેલા લેખામાં પડેલી છે, જે અંગ્રેજી નથી જાણુતા તેમને તો એ શેાધખાળની કશી જ ખબર પડે એમ નથી. એથી ઊલટું રશિયાની સ્થિતિ જુએ. ૧૯૧૭ માં ત્યાં વિપ્લવ થયો તે પહેલાં જ એ લેાકાએ બધાં પાત્યપુસ્તકે ( વિજ્ઞાનનાં પણુ ) રશિયન ભાષામાં જ રચવાનો ઠરાવ કરેલો. લેનિનના વિપ્લવની તૈયારી ખરી રીતે તે એણે જ કરી. જ્યાં લગી મહાસભા પોતાનું બધું કામકાજ ને ચર્ચા. મેલવાની છૂટ રહે. કાઈ સભ્ય હિંદી-હિંદુસ્તાનીમાં ખાલી ન શકતા હોય અને પેાતાની પ્રાંતભાષામાં ખેલવા ઇચ્છે, તે તેને તેમ કરવાની છૂટ હેવી જોઈ એ, અને તેના ભાષણના હિં'દી-હિંદુસ્તાનમાં અનુવાદ કરવાની ગોઠવણ કરવી જોઈએ.

• કાઈ માણસને કોઈ પ્રસંગે પેાતાનું કહેવું સભાજનેાના અમુક વગને સમજાવવા માટે અગ્રેજીમાં એકલવાની જરૂર જણાય, તે તેને પ્રમુખની રન લઈને ગ્રેજીમાં એવાની છૂટ હોવી જોઈ એ.”