રાષ્ટ્રભાષા વિષે વિચાર આ વસ્તુ ખીજાના ફરતાં દક્ષિણ ભારતના શિક્ષકાને વધારે સબળપણે લાગુ પડે છે. દક્ષિણુ ભારતમાં પડદાના રિવાજ નથી, ત્યાં કરા કરતાં કરીઓ હિંદીમાં વધારે રસ લેતી જણાઈ છે શિક્ષકા એમના ધંધાને કારણે જ એમનાં શિષ્ય અને શિષ્યાઓ પર જે નૈતિક અધિકાર ભાગવે છે તેથી વહેમ ઊડી જાય છે તે એક પ્રકારના વિશ્વાસ, જે સામાન્ય રીતે ન રખાય, તે શિક્ષક! વિષે રખાય છે. એવી મતલબની સૂચના થઈ ચૂકી જ છે કે, હિંદીપ્રચાર સભાએ સામે સો ટકા સુરક્ષિત બનવાનને સારુ કરીને ખાનગી શિક્ષણ આપવાની પ્રથા છેક જ અંધ કરી દેવી જોઈ એ. હું આ અભિપ્રાયમાં સંમત થઈ શક્યો નથી. આપણે ગમે તેટલી કાળજી રાખીએ તેયે પતનના દાખલા તો બનવાના જ, એટલે આપણે જેટલી સાવચેતી રાખીએ એટલી એછી છે. પણ કરીનું ખાનગી શિક્ષણ અંધ કરવું એ નીતિની બાબતમાં દેવાળું કબૂલ કરવા ખરેખર છે. આપણે ગભરાઈ જવાનું કે હતાશ થઈ જવાનું કશું કારણ નથી. મારી જાણુ પ્રમાણે હિંદી શિક્ષકાએ સામાન્યપણે ચારિત્રશુદ્ધિની બાબતમાં નિષ્કલ ક રહીને પોતાનું કામ કર્યું છે. પતન સિદ્ધ થયું હોય એવા એક દાખલો મે પ્રજાથી છાનો રાખ્યો નથી. આપણે લાલચને નીતરીએ નહીં, તેમ જ લાલચને એક જ ટાળવાને સારું લોઢાનાં પાંજરાંમાં પણ ન પુરાઈ એસીએ, લાલચ વનાતરી આવે ત્યારે તેની સામે ટક્કર ઝીલવાને આપણે તૈયાર રહેવું જોઇ એ. હું ′, ૪-૪-'૩૭ ત્ [વર્ધામાં હિંદી પ્રચારકાનું અધ્યાપનમદિર ઉધાડતાં આપેલા વ્યાખ્યાનમાંથી] પ્રચારા ચારિત્ર્યશીલ હોવા જોઈએ એમ કહીને રાજેન્દ્રબાબુએ મારી મો હળવા કર્યાં છે, જેમનામાં પૂરતું અક્ષરજ્ઞાન નહિ હોય તે નહિ ચાલે એ તે કહેવાની જરૂર જ નથી, પણ એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, જ્યાં ચારિત્ર્યની આવશ્યક લાયકાત નહિ હોય ત્યાં અક્ષરજ્ઞાનની લાયકાત પણ કામ નહિ આવે. આ પ્રચારકાએ હિંદીની જે વ્યાખ્યા ઈંદીર સાહિત્ય સમેલને કરી છે તેવી હિંદી ઉપર કાબૂ મેળવવા પડશે. જે ભાષા ઉત્તર હિંદુસ્તાનના હિંદુ અને મુસલમાન ખેલે છે અને જે દેવનાગરી કે ફારસી લિપિમાં લખાય છે તે હિંદી,