પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર સંસ્કૃત વાપરવાની કૃત્રિમ પદ્ધતિ જરૂરી નિઘ છે તે તેનાથી કહ્યું માય હણામ છે. પરંતુ, રાષ્ટ્ર જેમ વિકસશે તેમ સંસ્કૃત શબ્દોના અમુક અંશે ઉપયોગ સંસ્કૃત જ જાણુતા હિંદુઓને હાથે વધવા એ અનિવાય છે; જેમ, આખી જ જાણુતા મુસલમાનોને હાથે અરબી શબ્દોનો વધવાનું અનિવાર્ય છે, અને, એક એક જ ભાષા વાપરતા હાય અને કાઈ ને ખાસ આમ કે તેમ પક્ષપાત ન હોય તે છતાં, આમ બનવાનું, એટલે શિક્ષિત હિંદુ મુસલમાનાએ બેઉ રૂપ જાણવા જોઈશે, અને આ વસ્તુ બધી જ વધમાન ભાષા માટે સત્ય નથી? શિક્ષિત અંગ્રેજોમાં એ આપણે જોઈએ છીએ. આપણે ત્યાં તો એ મુશ્કેલી આવી પડેલી છે કે, અત્યારે આપણા હૃદયમેળ નથી અને આપણા ઉત્તમ માણસામાં પશુ પરસ્પર શંકાભાવતું ઝેર પેસી ગયું છે, જેમ અંગ્રેજીમાં એક જ ભાષાનાં કાન વોલની, લૅ કશાયરની અને મિડલ- સેસની ખાલી એવાં ત્રણ નામ છે, તેમ જ આપણે ત્યાં હિંદી, હિંદુસ્તાની અને ઉર્દૂ એમ એક જ ભાષાનાં ત્રણ ભિન્ન નામે છે. આજ આપણે જે ઇરાદો રાખીએ છીએ તે નવી ભાષા નિપજાવવાના નહિ, પરંતુ ત્રણ નામેથી ઓળખાતી એક જે ભાષા છે અને આંતરપ્રાંતીય ભાષા તરીકે વ્યવહારમાં ઉતારવાના. મને લાગે છે કે, હુંસ’માં વપરાતી ભાષાને શ્રી. મુનશીએ સાચે અચાવ કર્યો છે. ધારો કે એક તામિલ કે તેલુગુ લેખનું હિંદી યા હિંદુસ્તાની કરવું છે. તે, જેમ અરખી લેખનું હિંદી યા હિંદુસ્તાની ભાષાંતર કરવામાં અરબી શબ્દ લગભગ અનિવાર્ય પણે આવવાના, તેમ જ તામિલ તેલુગુના ભાષાંતરમાં સંસ્કૃત શબ્દો આવવાના જ. બંગાળીમાં સંસ્કૃત શબ્દો ખૂબ છે; હવે જો રવીન્દ્રનાથની ગીતાંજલને હિંદી અનુવાદ કાળજીપૂર્વક એમાં સંસ્કૃત શબ્દો ન આવવા દે, તો ગીતાંજલિનું કહ્યું માય ઓછું થવાનું જ. મૌલવી અબદુલ સાહેબ અને અકીલ સાહેબ જેવા સાહિત્ય-સેવી મુસલમાને એ આપણી સર્વસાધારણ એક ભાષા માત્ર હિંદુઓની જ ન બની ખેસે એ સભાળવા સારુ આ એક ભાષામાં પોતાને ખાસ ફાળો આપવા જોઈ એ. મારું ચાલે તો હું એમને ઉર્દૂ માત્ર મુસલમાનોની જ ભાષા તરીકે ગણીને ચાલવામાંથી સમજાવીને પાછા વાળી લાવું; એમ જ સાહિત્યસેવી હિંદુઓને હિંદીને માત્ર હિંદુઓની જ ભાષા ગળુવામાંથી વાળી લઉં. એમાંથી કાઈ જો પાછા ન વાળી શકાય તા, આ એક ભાષાનું ગમે તે નામ ભલેને પછી કહે, પણ ઉત્તરના હિંદુ મુસલમાનને માટે એક ભાષા નીપજશે નહિ. એટલે, આામાં ઓછું આ બાબતમાં આપણે