પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
આવકારપાત્ર નિવેદન

આવકારપાત્ર નિવેદન “ પટનામાં તા. ૨૮ મી ઑગસ્ટે બિહાર ઉર્દૂ સમિતિની સભા થયેલી તે પ્રસંગે અમને હિંદુસ્તાની ભાષાના સવાલ વિષે એકબીજાની સાથે તેમ જ ીા કેટલાક મિત્રો સાથે ચર્ચા કરવાની તક મળી હતી. . હિંદી-હૈિદુસ્તાનીના વાદની બાબતમાં જે ગેરસમજો દુર્ભાગ્યે પેદા થઈ છે તે દૂર કરવાને અમે આતુર હતા. અમને કહેતાં આનદ થાય છે કે, આ પ્રશ્નનાં અનેક અંગઉપાંગની ચર્ચા અમે કરી તેને પરિણામે, આ વાદને અગે ઉપસ્થિત થયેલા અનેક પ્રશ્નોમાં અમારી વચ્ચે ડી-ડીક એકમત છે એમ અમે જોઈ શક્યા. અમે એ વાતમાં સહુમત છીએ કે, હિંદુસ્તાની એ હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા થવી જોઈએ, અને ઉર્દૂ તેમ જ નાગરી અને લિપિમાં લખાવી જોઈ એ, સરકારદરખારમાં તેમજ કેળવણીમાં એ બંને લિપિને માન્યતા મળવી જોઈ એ. ‘હિંદુસ્તાની’ અમે તે ભાષાન કહીએ છીએ જે ઉત્તર હિંદુસ્તાનમાં ઘણા જ મેટા ભાગના લોકો ખેલે છે; અને અમે માનીએ છીએ કે, જે શબ્દો સાધારણ વ્યવહારમાં વપરાતા હોય તે પસદ કરીને હિંદુસ્તાની શબ્દભંડાળમાં દાખલ કરવા હેઈ એ. વળી અમે એમ પણ માનીએ છીએ કે ઉર્દૂ તથા હિંદી ખંનેને તેમ જ સાહિત્યમાં વપરાતી ભાષાને વિકાસ માટે પૂરેપૂરી તક આપવી જોઈએ, અમારી સૂચના એવી છે કે, ઉર્દૂ અને હિંદીના વિદ્વાનોના સહકાર મેળવીને હિંદુસ્તાની શબ્દોને એક મૂળ શ રચવાના પ્રયત્ન થવા જોઈએ. આવા કૈાશની રચનાને સારુ વહેવારું પગલાં લેવા માટે, તેમ જ પારિભાષિક શબ્દોની પસંદગી જેવા અનેક પ્રશ્નોના નિકાલ આણવા માટે, એક નાની પ્રતિનિધિરૂપ સમિતિ નીમવી જોઈએ. આ એ ભાષાઓને એકબીજાની વધારે નજીક આણવી અને હિંદુસ્તાની ભાષાના વિકાસને ઉત્તેજન આપવું, ને એ રીતે એ એ ભાષા એલનારાઓની વચ્ચે સદ્ભાવ પટ્ટા કરવા ઇષ્ટ છે, એમ જે માનતા હોય, એવા ઉર્દૂ તેમ જ હિંદીના પ્રતિષ્ઠિત હિમાયતીઓની એ સમિતિ બનાવવી, અને સમિતિ અને એટલી વહેલી ખેલાવવી, એવી અમારી સૂચના છે.” આપણું આશા રાખીએ કે આ નિવેદનના લેખકાસ પક્ષો સ્વીકારે એવા હિંદુસ્તાની શબ્દાને મૂળ કાશ તૈયાર કરાવવાને વરાથી પગલાં લેશે, અને આ કામને માટે તેમજ ‘ અનેક મેટા પ્રશ્નોના નિકાલ આવા માટે ? જે સમિતિ તેમણે નીમવા ધારી છે તે તરત જ નિમાશે. જો કામ ઝપાટામાં કલવું હોય તો સમિતિ નાની હેવી જોઈએ એ વસ્તુ પર હું ભાર ભટ્ટ છું. હું, ૧૨-૯-9