પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
મદ્રાસમાં હિંદુસ્તાનીનું શિક્ષણ

મદ્રામાં હિન્દુસ્તાનીનું શિક્ષણ વળી સરકારે એવા પણ હુકમ કરી દીધેલ છે કે, આ વરસે હાઈસ્કૂલમાં ચાચાધારણુથી માંડીને અને આવતાં એ વરસમાં હાઇસ્કૂલના સૌથી ઉપલા ધારણ સુધી કેળવણી માતૃભાષા દ્વારા જ અપાવી જોઈએ. જે પ્રદેશમાં બે ભાષાના પ્રચારને લીધે પ્રશ્ન અટપટે ન બનતો હોય ત્યાં બધે આ પ્રમાણે કરવાનું છે. માતૃભાષાનું મહત્ત્વ અભ્યાસક્રમમાં શરૂઆતથી આખર સુધી જળવાશે, સરકાર માધ્યમિક સ્કૂલસટિક્રિકેટ પરીક્ષાને લગતા નિયમામાં એવ સુધારો કરવા માગે છે કે, એ પરીક્ષા આપનાર સ વિદ્યાથી આને માતૃભાષામાં પોતાના વિચારી સારી રીતે પ્રગટ કરતાં આવડે એ ક્રૂરજિયાત ગણાવું જોઈ એ. આમ સરકારે આ પ્રાંતની કેળવણીની યોજનાનાં માતૃભાષાનું મહત્ત્વ લક્ષમાં રાખ્યું છે, અને વસ્તુતઃ માતૃભાષાએ અત્યાર લગી ભોગવ્યું છે તેના કરતાં વધારે ઊંચા મહત્ત્વને સ્થાને તેને પહેાંચાડવાને સરકાર પગલાં લઈ રહી છે. હું બં, ૧૯૬–૧૯૩૮ ક્ મારા પર કાળા ને તારાના વસાદ વરસી રહ્યો છે, તેમાં તે મોકલનારાઓ જેને મદ્રાસના મુખ્ય પ્રધાનનાં ભયાનક દુના માને છે તેને વિષે ફરિયાદો કરેલી છે. એમાંથી બે બાબતો, જેને વિષે હિંદુરતાનમાં ઘણી જગાએ વિરોધી ટીકા થયેલી છે, તે હું ચૂંટી કાઢું છું. એ બાબતો તે એમની હિંદુસ્તાની વિષેની નીતિ, અને પિકટિંગો ત્રાસ હળવા કરવાને તેમણે કરેલા ક્રિમિનલ લો અને મેટ એકટનો ઉપયોગ એ એ છે.

હવે રાજાજી સામેની જે બે મેોટી કરિયાદો છે તેને વિષે બે શબ્દ કહી લઉં, હિંદુસ્તાની આપણી રાષ્ટ્રભાષા, એટલે કે પ્રાંત પ્રાંત વચ્ચેના વહેવારની ભાષા છે કે થવાની છે, એ આપણી જાહેરાતો જો સાચી દાનતથી કરેલી હોય, તે હિંદુસ્તાનીનું શિક્ષણ ફરજિયાત કરવામાં સૈાગ્ય કશું નથી, ઈંગ્લડની નિશાળામાં લૅટિન ફરજિયાત હતી અને કદાચ હજી હશે. એના અભ્યાસથી અંગ્રેજીના અભ્યાસમાં અંતરાય નથી આવ્યે, પણ ઊલટું એ મન ભાષાના જ્ઞાનને લીધે અંગ્રેજી ભાષા સમૃદ્ધ ખની છે. માતૃભાષા પર સંકટ આવી પડયું છે' એવી જે બૂમ પાડવામાં આવે છે, તેમાં કાં તો અજ્ઞાન રહેલું છે, કાં તો દસ રહેલા છે. અને જ્યાં એ ખૂમની પાછળ સાચી લાગણી છે ત્યાં