લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

ભાષા વિષે વિચાર નથી કરતા. અંગ્રેજી, ફ્રેંચ વગેરે ભાષા જેની જરૂર હોય તે શીખે છે, અને પોતાનાં વિચાર અને જ્ઞાનને સમૃદ્ધ કરવાને માટે તેની મદદ લે છે, અને બીજી ભાષાઓની સમૃદ્ધિને જાપાનીમાં ઉતારીને પોતાના દેશની સેવા કરે છે, આનું કારણ એ છે કે, તેમનાં મન સદાય તાજા છે, અને પરિણામે તે મેળવે છે તેના લાભ આખા દેશને મળે છે. પણ અહીં ? અહીં તે આપણને જે તંત્રનો નાશ કરવા છે તે જ તંત્રના કારકુન, વકીલે, બૅરિસ્ટર થવાના મનોરથે રહે છે. ખૂબી તો એ છે કે, આટલાં વર્ષોં આપીને પણ અગ્રેજી ભાષાને આપણે જાણતા નથી ! મારી પાસે અંગ્રેજી જાણુનારાઓના પુષ્કળ કાગળા આવે છે, એમાં મેઢી માટી ડિગ્રીવાળાઓના કાગળા પણ હેાય છે. પણ એનું અંગ્રેજી જોઈ ને આણુને ચીતરી ચડે. કારણ સ્પષ્ટ છે. બધા કઈ માલવીયજી અને રાધાકૃષ્ણન થઈ શકતા નથી. હું એક પછી એક અંગ્રેજી ભાષણ સાંભળતા જત હતો અને મને થતું હતું કે, આપણી જનતા ભલી છે, ધીરજવાળા છે, ઉદારતાવાળી છે; નહીં તો જે ભાષા એ સમજી શકતી નથી તે કલાકના કલાક ધીરજથી સાંભળવાને બદલે તે આપણને ગાળા ન સંભળાવે ? જો આ મારા કથન વિષે તમને શક હોય તો હું હાથ ઊંચા કરાવીને તમને બતાવી શકું છું કે, કેટલા ઓછા અહીં અંગ્રેજી જાણનારા છે -- વિદ્યાર્થીઓમાંથી પણ કેટલા છા અહીં જે ચાલી રહ્યુ છે તે સમજી શક્યા છે. બીજી એક વાત તરક તમારું ધ્યાન ખેંચુ. માલવીયજીને પુષ્કળ પૈસા મળે છે, એટલે પ્રવેશદ્વારના દરવાજો માટે જબરદસ્ત છે. એ પણ કેવા છે? એની ઉપર વિશ્વવિદ્યાલયનું નામ લખ્યું છે તે અંગ્રેજીમાં -- અને તે અંગ્રેજી અક્ષર પોણા ભાગ રોકે છે, જ્યારે હિંદીમાં નામ લખ્યું છે તે જાણે બીતાં ખીતાં પા ભાગમાં લખ્યું છે. અહીં અંગ્રેજીની શી જરૂર હતી ? દેવનાગરી અને ફારસી લિપિમાં નામ લખત તે કેવું શેલત ! એ જોઈ ને ગમે તેને થાત કે, માલવીયજીએ સ્થાપેલા વિશ્વવિદ્યાલયના, સર રાધાકૃષ્ણનના અહીં હિંદુ અને ઇસ્લામી સંસ્કૃતિના સમન્વય સાધવાના ઉદ્દેશ છે. અહીં તે ઉર્દૂ હિંદી અને ભાષા ખેલાય છે, લખાય છે, ત્યાં એ બે લિપિમાં નામ હેત તો કેવું હું લાગત! પણ આટલાં વર્ષોં અંગ્રેજીને આપી આપીને આપણા મનને એવા શાક ચડયો છે અને આપણી યાદક્તિ અને કલ્પના એટલી ખાલી થઈ ગઈ છે કે, આટલી સાદી વાત આણુને સુઝતી નથી.