પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
રાષ્ટ્રિકા
 

તુજ નજર કદી નવ ખિસતી[૧]
જ્યાં ઝગતું દૂર નિશાન,
તુજ સફર સફળ થ‌ઇ દિસતી
સ્વામીકર દઈ સુકાન.

શું 'નથી ઇશ્વર દુઃખીનો' ?
શું 'કર્તાની કૃતિ ક્રૂર' ?
જીવનભર તો રસભીનો
તું, બંધુ, રહ્યો ક્યમ પૂર ?
જો લેવો લહાવ અમીનો,
તો વિષ પણ પીવું શૂર :
એ મહાપિતા પ્રભુજીનો
છે પ્રેમવિલાસ જરૂર.

માગ્યું તે આજ મળ્યું છે,
શોધ્યું તે જડ્યું ઝવેર,
ઠોક્યું તે પણ ઊઘડ્યું છે :
હો વહાલા, પ્રભુની મહેર !
ત્યાં દેવ પરસ્પર પૂછે
દ્વારે ઊભા રસભેર,
એ આજે સ્વર્ગે શું છે ?-
રસદેવ, પધારો ઘેર !


  1. જૂના ગુજરાતી કવિઓ ભાલણ વગેરેનાં કાવ્યોમાં આ શબ્દ 'ખસતી'ને ઠેકાણે વપરાયેલો છે. અહિં પ્રાસની પૂર્ણતા માટે એ શબ્દ રાખ્યો છે.