લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૧૧૭
 


દુનિયાએ અળગો કીધો,
⁠તે કરવા પ્રિય વધુ આજ,
વહાલાંએ ઘા ઉર દીધો,
⁠તે ચુંબન કરવા કાજ ;
તેં સ્નેહસુધારસ પીધો,
⁠લઈ પ્રભુઘેલાંનો સાજ :
જો, પ્રભુએ ખોળે લીધો
⁠ને શિર મૂક્યું સુરતાજ ! ૮

જન્મે જન્મે ઉર કસવું,
⁠એ છે વિધિની શુભ નેમ,
જોવા અંધારે ધસવું,
⁠લેવા ખોવું જગક્ષેમ ;
દુનિયામાં દુઃખે હસવું,
⁠ને સુખમાં રડવું તેમ :
વહાલા, વિભુ‌ઉરમાં વસવું
⁠તું સમજ્યો સાધી પ્રેમ. ૯

દિન‌ઉરની શોભા ખોલે
⁠સૂર્યાસ્તે ભર આકાશ,
જીવન જ્યાં ચઢતું ઝોલે
⁠ત્યાં આત્મા ભરે મીઠાશ;