પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
રાષ્ટ્રિકા
 


અમે આ તો ધર્યા ભગવાં !
હવે દિલ તો ન ડગડગવાં !
અમારી બુદ્ધિ તો બુઠ્ઠી,
હવે વૈરાગ્યમાં ઊઠી ! ૪

અમે તો કર્મના છઇયે !
કપાળે હાથ નિત દઇયે !
અમારી આંખ તો મીંચી
વૃથા કૈં હાય દે નીચી ! ૫

અમે પોકારિયે ક્યાં રે ?
અમે હોકારિયે કયાં રે !
અમારી જીભ બહુ ટૂંકી !
અમારો શ્વાસ રહે ફૂંકી ! ૬

અમે તો ભાગ્યના વંકા !
પડે તો ક્યાં વિજયડંકા ?
અમારી હિન્દ આ રડતી;
અદલ બુટ્ટી નહી જડતી ! ૭