પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેશદશાનાં ગીતો
૧૪૫
 




ઓ હિંદ*[૧]


• રાગ પીલુ-ત્રિતાલ † [૨]

ઝૂરી ઝૂરી હવે ક્યાં સુધી જોવું ?
ઓ હિંદ ! તારું અહીં દુઃખ શુ રોવું ? ઝૂરી.

કળિમાં ખવાઈ તું શૂરવીર જાયી,
ઝરપે જખમ તેમાં તુ આ તણાઈ! ઝૂરી. ૧

ઊંચ કુલીન તારું નૂર અમીરી,
રે શું ધર્યો હવે હાલ ફકીરી ? ઝૂરી. ૨

લમણે તું હાથ રે મૂકી શું ઝૂરે ?
હાલ આ તારો હૃદય મુજ ચૂરે ! ઝૂરી. ૩

દુઃખનું છવાયું છે વાદળ માથે,
રે કોણ હાથ ધરી રહે સાથે ? ઝૂરી. ૪

કોણ ઉધ્ધારે રે કોણ ઉગારે ?
આ દુઃખસાગરથી કોણ તારે ? ઝૂરી. ૫


  1. *ઇ. સ. ૧૯૦૨
  2. †"ઇસ તનધનકી કૌન બડાઇ"—એ રાહ.