પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેશદશાનાં ગીતો
૧૫૧
 


આશકિરણ તો હવે સહુ ઊઠ્યાં,
ઊંડા નિરાશાનિધિમહીં બૂડ્યાં ! — આજ ૬

કેવી પડી મુજ હિન્દ રીબાતી;
કાળતણે મુખ ચાલી ચવાતી ! — આજ ૭

છે કોઇ માઈનો પૂત જ શૂરો ?
હિન્દ ઉગારી કરે દુ:ખ ચૂરો ! — આજ ૮

અદલ હવે ધનવંતરી આવો !
આ મુજ હિન્દને પ્રેમે બચાવો ! — આજ ૯