લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે




ગુણવંતી ગુજરાત*[૧]


• રાગ માઢ - ગરબી •


ગુણવંતી ગુજરાત !
⁠અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !
⁠અમારી ગુણવંતી ગુજરાત ! -

મોંઘેરા તુજ મણિમંડપમાં,
⁠ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને
⁠માગિયે શુભ આશિષ !
⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૧


  1. ↑ *સને ૧૯૦૭ના સપ્ટેમ્બર માસમાં મુંબઇમાં મળેલી 'બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ'માં ગવાયેલું ગીત.