આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેશદશાનાં ગીતો
૧૫૫
હિંદનું ઊગતું પ્રભાત*[૧]
• ગઝલ •
ઊઠો દેશી, ઊઠો સર્વે, હવે નિદ્રાથી જાગો રે !
ઉપર શો ભવ્ય આકાશે સજ્યો તેજસ્વી વાઘો રે ! — ઊઠો.
નથી આ કાળ સૂવાનો, ન ગાંજા ભંગનો માનો !
કરે કિલબિલ બધે કેવાં જુઓ કાળા જ કાગો રે ! — ઊઠો.
પવન પશ્રિમતણો હ્યાં રે તમાચો આવીને મારે,
તમારે મન ગુલાલે શુ મુખે દે એમ ફાગો રે ? — ઊઠો.
પડી રહી ખાટમાં પહોળા શુ ફેકો લાખ ગપગોળા ?
ઊઠો ! જાતે કમર કસીને, સ્વદેશે કામ લાગો રે ! — ઊઠો.
નથી હ્યાં બેસી હસવાનું, નથી હ્યાં પેટ કસવાનું !
તમારી નીંદમાં ભાઈ, થયો ભવ સર્વ નાગો રે! — ઊઠો.
- ↑ *ઈ.સ. ૧૯૦૩