પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
 


હિન્દુ, મુસલમિન,પારસી, સર્વે
માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે,
કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત ! ૬

ઉર પ્રભાત સમાં અજવાળી
ટાળી દે અંધાર !
એકસ્વરે સહુ ગગન ગજવતો
કરિયે જયજયકાર !
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત !
અમારી ગુણવંતી ગુજરાત ! ૭