પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કર્ત્તવ્યનાં ગીતો
૧૮૧
 


વ્યોમ ઊડતાં પડે વિમાનો,
ડૂબે તરતાં જહાજ :
કઈ બંદુક તારાને વીંધે ?
નભ બાંધે કઈ પાજ ?


તારું આત્મબળ લે સાધી રે, હો રણરઢિયાળા !
એ જ શક્તિ અલૌકિક લાધી રે, હો રણરઢિયાળા !-- તારું. ૩


આભ ન રોધે, પૃથ્વી ન રોધે,
રોધે કો ન દિગંત ;
અણગણ તારક ભરે નિરંતર
અંતર તારું અનંત !


ચિરધર્મે શો અંદેશો રે ? હો રણરઢિયાળા !
તારો એ જ અભય સંદેશો રે ? હો રણરઢિયાળા !-- તારું. ૪