પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાષ્ટ્રિકા
 


ગુણીયલ હો ગુજરાત


માણીગર મહોલે પધારો


ગુણીયલ હો ગુજરાત ! અમી તારી આંખડીએ રે ;
ભવરણમાં ભલી ભાત પળિયે તુજ પાંખડીએ રે .


લીલમલીલી લચી રહી રે
લક્ષ્મીશી આ તુજ કુંજ ;
રસસાગર તુજ આંગણ ઊછળી
ભરી દે મોતીના પુંજ :
અમી તારી આંખડીએ રે . ૧

મંદિર મહેલ ને મસ્જિદો રે
તારી કળાના ફાલ ;
સંધ્યા ઉષા ને ચંદનીથી વધુ
તારી કળા છે કમાલ !
અમી તારી આંખડીએ રે . ૨

ગરજે તુજ ગિરિકંદરે રે
કેસરીના વીર નાદ :
એન વેળા તુજ શૂર સંતાનો
આપે શા વીર્યપ્રસાદ !
અમી તારી આંખડીએ રે . ૩