પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૦
રાષ્ટ્રિકા
 




ધર્મને પંથે


• રાગ ભૈરવી - તાલ દાદરો •


તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી !
એ શું જોઈ રહ્યો આ વાર ? ઊઠે કેમ ન ત્રાસી ?

તાતી કઢા આ ઊકળી રહી ત્યાં
પડતા પ્રાણ અમોલ :
સ્નેહ ને દ્વેષ, ને હિંસા અહિંસાનાં
આજ તોલાતાં તોલ :

તારું અંતર ત્રાજવું આજ તું જરી જોની તપાસી !
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ! ૧


પુણ્યના પંથની પગથી પડી છે
કષ્ટ થકી ભરપૂર :
તારે તે સ્વર્ગ‌અટારીએ ચડવું કે
પડવું સદા ખોઈ નૂર ?

તારે ખોઈ શું જીવન પ્રાણ, જોવી સ્વદેશની હાંસી ?
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ! ૨