પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કર્ત્તવ્યનાં ગીતો
૧૯૫
 




હો મહાન નવજુવાન ! [૧]


• પદ્મ છંદ[૨]


ભારતના હો વીર કુમારો !
માની આશતણા આધારો !
આજ સિતારો છે તમ ન્યારો :
હો મહાન નવજુવાન !
ઊતર્યાં છે આકાશ ફરી આ,
ઊતર્યાં છે નવતેજ સરી આ,
ભારતની પળ આવી ખરી આ ;
હો મહાન નવજુવાન !

(ઝીલણપદ)


ધસજો, વીરકુમારો ધસજો !
સત્ય જીવન છે આજ :
યત્ને સિદ્ધિ : યત્ને ઋદ્ધિ :
યત્ને સત્ય સ્વરાજ્ય !


  1. તા. ૬-૧૦-૩૦.
  2. આ છંદ તેના ઝીલણપદ (કોરસ) સાથે નવો લખ્યો છે.