લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
૭
 


આભભર્યા દેવથાળથી રે
⁠સોહ્ય અધિક તુજ ચોક ;
યુગયુગને નવજ્યોતે અજવાળે
⁠સંત તારા પુણ્યશ્લોક :
⁠અમી તારી આંખડીએ રે . ૪

સ્વર્ગંગાની ઉરછોળશા રે
⁠ગાજે તુજ ગરબા ને રાસ ;
એ રસનાં અમીવર્ષણ એવાં
⁠વરસે કયે બીજે વાસ ?
⁠અમી તારી આંખડીએ રે . ૫

મેઘ ઊડી ધરા ઊતરે રે ,
⁠એવા છે અમ ઉરબંધ :
માત અદલ સદા પૂજ્શું સ્નેહે
⁠આભ ઝીલી અમ સ્કંધ !
⁠અમી તારી આંખડીએ રે . ૬