પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કર્ત્તવ્યનાં ગીતો
૧૯૯
 


જેને પ્રભુ બેઠા છે હૈયે, તેને હોય કશા જગબંધ ?
જેને ડગલાં ભરવાં વાટે, તેને ભાર કશા નિજ સ્કંધ ?
જ્યોતિ છે જોનારા માટે ; ક્યાંથી જોશે તે જન અંધ ?
વીરો ! રખે ડગવતા પાય ! ૪

જેને સૂવું છે અંધારે, તેને સૂવા દ્યો અહીં આજ :
એની આંખ ઊઘડશે ત્યારે એને પણ સમજાશે કાજ ;
રે હો જ્યોતિનાં સંતાનો ! તમને તો જ્યોતિનું રાજ !
વીરો ! જ્યોતે જ્યોત જળાય ! ૫

જળશું તોપણ એ જ્યોતિમાં, ઢળશું તોપણ બાવનવીર !
રળશું તો લાખેણા વિજયે જગને ઝૂલવશું રસતીર !
આજે સ્વર્ગ ખૂલ્યાં હો સામે ! આશિષ દે પયગંબર પીર :
વીરો ! પ્રભુનાં પદ સંભળાય ! ૬