પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૮
રાષ્ટ્રિકા
 


રસની રેલ રહે રેલાતી, ત્યાં રેલે રસવીર :
રણનાં કારણ મારણ તારણ, રણ ખેલે રણધીર !
નહીં તે પૂછે રણનું નામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૩

રણધીરાની થાય કસોટી, વીરા ! ઊતરો પાર !
મરીને જીવવાનો છે મોકો, નહિ મારીને માર !
પછી તો છે અવિચળ વિશ્રામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૪

આત્મશૌર્યની ઑર જ લીલા, દિવ્ય દેવનાં નૂર :
છો અંધાર વીંટે રવિને પણ રવિ ભેદે ભરપૂર !
અદલ એ સમરાંગણ અભિરામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૫