લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
૯
 


⁠તપશું એ તાપે, જપશું એ જાપે :
એ અમ 'અહંબ્રહ્મ' ગુજરાત માત !
⁠કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૫

⁠દુનિયા ડોલાવશું, સાગર શોષાવશું :
મોંઘા અમ પ્રાણની એ મોંઘી મિરાત :
⁠કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૬