લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૨
રાષ્ટ્રિકા
 




ભારતનું જયગીત


• રણગીત છંદ •


૧


હે બહાદુર ને મર્દાની
⁠ભારત ભૈયા નરવીર !
તમ બિરદાળી વિક્રમશાળી,
⁠ભડ લડવૈયા રણધીર !
ધિમિકિટ્‌ કરતા, ધિમિકિટ્‌ કરતા,
⁠સેનાની ને સરદાર,
⁠ભારત ભોમ
⁠વીંધે વ્યોમ,
⁠જ્યારે જગવો જયજયકાર,
જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
⁠ને ગરજે જયજયકાર !