લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૨૫
 

⁠ઘુમવો બેશ
⁠દેશ વિદેશ,
થળથળ ગજવો જયજયકાર !
વિજયી પડઘમના ઘણઘોષ પડે,
⁠ને ગરજે જયજયકાર !

૬

પડઘમ આ ઘમઘમ કડકે,
⁠ને વાગે ઝાંઝપખાજ ;
ધિમિકિટ્‌ કરતા, ઘર મીટ ધરતા,
⁠આવો જીતી યશતાજ !
ડગલે ડગલે, પગલે પગલે,
⁠તમ કીર્તિતણા ઉદ્‌ગારa
⁠સહુ મુખમાંય
⁠ધન્ય ગવાય,
⁠ને આ ગરજે જયજયકાર !
ઘમઘમ પડઘમના જયઘોષ પડે,
⁠ને પુષ્પ ઊડે જયકાર !


સમાપ્ત