લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
૧૧
 


૩

હો મારી ગુજરાત ! તારા ભક્તો, કવિઓ, જ્ઞાની :
⁠તારા છપ્પનકોટિ દાની :
તારા ખંડેખંડ સુહવતા સાહસશૂરા પુત્ર સ્વમાની :
⁠તુજ પુત્રીઓની કુરબાની :
તારી ફળફૂલવંતી કુંજોની શી જગતભરી મહેમાની !
⁠હો મા ! પૂજિયે નિત તુજ પાની !

૪

હો મારી ગુજરાત ! સૌને સૌનો દેશ મુબારક !
⁠તું તો સૌની છે ઉદ્ધારક :
તારાં ધર્મવચન પ્રભુપથનાં જગમાં છે નિત સત્યપ્રચારક,
⁠પુણ્યપ્રકાશક, પાપવિદારક :
યુગયુગના ગમગનાગમને સ્થિર ચળકે તું જાણે ધ્રુવતારક :
⁠હો મા ! તું તો વિસ્મયકારક !

૫

હો મારી ગુજરાત ! તારો શો જગને સંદેશો !
⁠કાપે સૌના આત્મન્‌ક્લેશો :
તે તો દેવપ્રભભર દીધા જગને કંઇ અદ્ભુત આદેશો :
⁠જડહ્રદયે તણખો જગવે શો !
તરો સાત્વિક સંયમશીળો શૂરો મંત્ર જીવન ફૂંકે શો !
⁠હો મા ! ક્યારે અમ વિધિ કહેશો ?