વૃક્ષે, વિટપે, કુંજનિકુંજે, વનમાં, ખેતરે ,
લોચન ભરતી લૂમેઝૂમે લીલા લાખ ;
પાક્યાં જ્યાં સોનેરી તૂલ બધે ઝૂલી રહે ,
એવી લીલાભર ગુર્જરી ઠારે સહુ આંખ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૪
લક્ષ્મીનાં પગલાં નવધાન્યે નવકુસુમે પડે ,
છલછલ છલકી રહે કુદરતકેરી રસછાબ ;
કાવ્યે ગીતે નૃત્યે સરસ્વતી આરાધતી
ગરબે ઘૂમતીગ ગુર્જરી વેરે કંઠગુલાબ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૫
ખીલે પચરંગી ગુલબાસ અને બપ્પોરિયા ,
શોભે કાસતણી માંજર નવધવલે રંગ ;
હીંચે સરવરમાં રાતાં કમળો ને પોયણાં ,
ગાજે ગુર્જરીના ત્યાં ગરવા કલાપ્રસંગ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૬
માણેકઠારી પૂનમે દૂધપૌંઆ ને ચાંદની ,
દશરાને કુંકુમ દેવીના આશીર્વાદ ;
મંગલ પર્વે પર્વે ઊતરે શા રસપૂજને
મોંઘા ગુર્જર સુંદરીના સૌંદર્યપ્રસાદ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૭
પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૩૩
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
રાષ્ટ્રિકા
