પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
૩૩
 


કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી
પુણ્યવિરલ રસભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે-
કોણ જાત ને કોમ !

ગુર્જર ભરતી ઉછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાનાં કોડે,
અધૂરાં પૂરાં થાય;
સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર
વૈભવ રાસ રચાય:

જય જય જન્મ સફળ ગુજરાતી ! જય જય ધન્ય અદલ ગુજરાત !
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !