પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
રાષ્ટ્રિકા
 


"વીરા ! તમ આજે રણમાં
વહેશે અસ્ખલિત પ્રવાહ;
રજપૂત ગૌરવ હજી પણ છે,
તે જોશે અકબરશાહ !
રે આજ પ્રતાપ પ્રતાપે
ઘૂમી રહેશે રણ મોઝાર,
ને સાથે ઝૂઝશે તેના
શૂરા બાવીશ હજાર !" - ૩

ગર્જન કરી એમ પ્રતાપે
ઝૂકાવ્યું રણે શરીર;
હોંકાર કરી ત્યાં ઊછળ્યા
રાઠોડ, શિશોદિય વીર,
અંદાવત, સંગાવત ને
ઝાલા, ચોહાણ, પ્રમાર; -
રિપુને હણવાને કૂદ્યા
શૂરા બાવીશ હજાર ! ૪

મોગલ યુવરાજ સલીમ ને
અંબરપતિ મહાવીર માન
લઇ સૈન્ય અસંખ્ય જ ઊભા
કંઇ સિંધુતરંગ સમાન !