પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૩૯
 

પણ મૃગટોળામાં કૂદે
વનરાજ કરી હોંકાર,
ત્યાં કૂદ્યા તેમ પ્રતાપી
શૂરા બાવીશ હજાર ! ૫

ધડ ધડ ધડ થાય ધડાકા
ખૂબ તોપતણા ચોપાસ,
કડ કડ કડ તૂટી પડતું
નીચે આવે આકાશ !
તેને ન જરા ગણકારી,
ધરી અંતર શૌર્ય અપાર,
ત્યાં મૃત્યુમુખે હોમાતા
શૂરા બાવીશ હજાર ! ૬

આજે નથી પાછું ફરવું,
સમરાંગણ છે અવસાન;
રિપુને હણવું કે મરવું:
છે એ જ અમારી લહાણ !-
એવું કહી સહુ ઝૂકાવી
મોગલને મારે માર;
રે રેલ સમા ત્યાં રેલે
શૂરા બાવીશ હજાર ૭