પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૪૧
 

પણ ગજ નિજ પતિને લઇને
ત્યાંથી નાઠો તે વાર;
રાણા સહ પાછળ દોડ્યા
શૂરા બાવીશ હજાર ! ૧૦

"અલ્લા હો અકબર" કરતા
ત્યાં કૂદ્યા મોગલ સર્વ;
નથી ભીરુ બન્યા હજી કાંઈ,
નહિ રણમાં ખોશે ગર્વ;
ત્યાં ફરી વળી ચોપાસે,
કીધો પ્રભુનો ઉદ્ધાર,
ને ઘેર્યા રાણા સાથે
શૂરા બાવીશ હજાર ! ૧૧

પણ વીર્ય અપૂરવ જ કાંઈ
છે પ્રતાપકેરું આજ !
એકલડો સોની વચ્ચે
તે ઘૂમી રહ્યો સિંહરાજ !
અર્જુનશું આજે તેનો
યશ પામ્યો છે વિસ્તાર !
હા ધન્ય પ્રતાપ ! અને તુજ
શૂરા બાવીશ હજાર ! ૧૨