પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
રાષ્ટ્રિકા
 


એ યુદ્ધથકી ત્રણ વેળા
રજપૂત યોદ્ધા દઇ પ્રાણ,
ઉગારી લાવ્યા બળથી
નિજ રાણાને નિર્વાણ;
પણ જોઇ વીરો નીજ પડતા,
ફરી ભેદી ધસ્યો અરિહાર !
નહિ જાણ્યું હવે નથી સઘળા
શૂરા બાવીશ હજાર ! ૧૩

અતિ રોષે મોગલસૈન્યે
ઘેર્યો રાણાને ત્યાંય,
ઝબઝબઝબ ચપળા જેવી
ચમકી અસિયો રણમાંય !
જાણે ન પ્રતાપ હવે કંઇ
મોગલથી બચે લગાર,
નથી રહ્યા હવે સહુ તેના
શૂરા બાવીશ હજાર ! ૧૪

એ સ્થિતિ રાણાની જોઈ
ઝાલાપતિ લઇ નિજ વીર,
શિર છત્ર પ્રતાપનું મૂકી
રણમાં દોડ્યો રણધીર !