પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૪૩
 

દિલ્લીશ્વર કેરું ઊલટ્યું
ત્યાં સૈન્ય અગણ વિસ્તાર;
રે ટપટપ ધરણી ઢળતા
શૂરા બાવીશ હજાર ! ૧૫

પણ રિપુને હણતા પહોંચ્યા
વીર રજપૂત રાણા પાસ,
છોડાવી મ્રુત્યુમુખેથી
લાવ્યા રજપૂતની આશ !
પણ ઝાલાવીર પડ્યો ત્યાં,
નિજ ધર્મ બજાવી સાર,
ને રત્ન[૧] સહસ્ત્ર ગુમાવ્યા
શૂરા બાવીશ હજાર ! ૧૬

ધડ ધડ ધડ થાય ધડાકા
ખૂબ તોપતણા ચોપાસ,
કડ કડ કડ તૂટી પડતું
નીચે આવે આકાશ !
એ સૈન્ય અસંખ્ય વીંધીને
નીકળ્યા રજપૂતો બહારઃ
નહિ ફર્યા અરે કંઇ સઘળા
શૂરા બાવીશ હજાર ! ૧૭