પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
રાષ્ટ્રિકા
 

રાણાએ દિન અંતે
છોડ્યું રણ હલદીઘાટ,
પણ જગતે જોયો તેની
શૂરી અસિનો ચળકાટ !
નથી ભારતજન કદી ભૂલ્યા
એ યુદ્ધતણા ભણકાર,
સહુ સ્મરે પ્રતાપ અને તે
શૂરા બાવીશ હજાર ! ૧૮

હા ધન્ય વીરા રજપૂતો !
છે ધન્ય જ તમ અવતાર !
શું કીર્તિ તમારી જગમાં
કદી કરમાશે પળવાર ?
ઘરઘર અહીં હરનિશ ગાશે
તમ શૌર્યગીતો નરનાર !
રે ધન્ય પ્રતાપ અને હો
શૂરા બાવીશ હજાર  ! ૧૯