પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૪૯
 


વીરબાળક બાદલ

પુનરાવળી છંદ[૧]

અલાઉદ્દિન ખિલજી જવ આવ્યો,
ચિતોડને જીતવા દળ લાવ્યો,
વીર્યપ્રતાપ અખંડ બતાવ્યો
એવો કોણ હતો નરવીર ?

કોની આજ કથા તે કરિયે,
કોનાં ગાનથકી ઉર ભરિયે,
કોની પ્રતિમા નજરે ધરિયે,
કોણ હતો એવો રણધીર ?


  1. ✽આ છંદ નવો રચ્યો છે. એની એક કડીમાં સોળ પંક્તિઓ આવે છે અને આઠ આઠ પંક્તિના બે વિભાગ પડે છે. પહેલા વિભાગમાં ૧-૨-૩-૫-૬-૭ પંક્તિઓ ચરણાકુળ છંદના માપની છે, અને ૧-૨-૩ના તથા ૫-૬-૭ના ત્રણ ત્રણ પ્રાસ મળે છે. ચોથી અને આઠમી પંક્તિ ચોપાઇની છે, અને તે બેના પ્રાસ મળે છે. બીજા વિભાગમાં ૧-૩-૫-૬-૭ ચરણાકુળના માપની છે ૨-૪ પંક્તિમાં ૧૪-૧૪ માત્રા છે, અને ૧-૩-૫-૬-૭-૮-૧૦-૧૨ માત્રાએ તાલ છે, અને સાતમી માત્રા પછી યતિ છે. પણ આ બીજા વિભાગની રચનામાં ખાસ પ્રોત્સાહનને માટે એવી યુક્તિ છે કે પહેલી ને ત્રીજી લીટીઓ પાંચમી અને છઠ્ઠી તરીકે પાછી બેવડાય છે, અને સાતમી નવી લીટી તેમાં ઉમેરાઇને ત્રણ પ્રાસ પૂરા થાય છે, અને આઠમી લીટી ચોપાઇની આવે છે.