પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૭૩
 


ગાજે ગગન ઘનઘોર ફરી ને વીજ કરે ચમકાર;
પડતાં પ્રલયના પડઘા પશ્ચિમમાં ખખડાવે અમ દ્વાર;
સૂઝે નવ ત્યાં સીધી રે વાટ દિસે બહુ વાંકડી;
ધીરજ ત્યાં ક્યમ ધારે રે હિંદ મૈયાની આંખડી ? ૪

બંધુતા પૃથ્વી ને સ્વર્ગની સાધી તેં, વિભુના વહાલા હો વીર !
તો અમ આશ રહી તુજમાં, તું દૂત બને અમ ધીર:
પ્રભુજીને વિનવજે રે, રક્ષે મૈયા રાંકડી,
હાસ્ય પૂરીને ઠારે રે હિંદ મૈયાની આંખડી ! ૫

સૂર્ય ચંદા ને તારલા સાથે વરસતા નીત્ય ઉજેશ,
ધર્મ અને દેશોન્નતિ કેરા મોંઘા તુજ સંદેશ:
મળજો વીર મલબારી રે ફરજ ઊભી જ્યાં જ્યાં ખડી !
ભૂલે સ્મૃતિ શું તારી રે હિંદ મૈયાની આંખડી ? ૬