પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
રાષ્ટ્રિકા
 


એ ગાંધી સંતસુજાણ


અગ્નિશિખા છંદ [૧]

અંધારાના ગઢ ભેદીને આવ્યું એક કિરણ અણમોલ,
રણની ધગધગતી રેતીમાં ફૂટ્યું અમીઝરણું રસલોલ;
દશ દિશનાં લોચન મીંચાતાં,
જનજનનાં તનમન ધૂંધવાતાં,
ભારતનું ઉર ગ્લાનિ રહ્યું ભરતું ત્યાં ફરી ઊતર્યો પ્રભુબોલ :
લાવ્યો કોણ પરમ એ વાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !


  1. આ નવા છંદની રચના માટે ૨૮ મા પૃષ્ઠ પર "સૌની પહેલી ગુજરાત"ની નીચેની નોંધ વાંચવી.