પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
રાષ્ટ્રિકા
 



નહિ વીરત્વ વસે તરવારે, નહિ શૂરત્વ વસે કો બાથ;
છે વીરત્વ ખરું અંતરમાં, એ સૌ શીખ્યાં સાચી ગાથ;
મૃત્યુ વિષે નવજીવન લાધ્યું,
જીવનમાં નવચેતન સાધ્યું,
મરીને જીતવાનો નવમંત્ર મળ્યો એ કોનો પાવન હાથ ?
કોણે દીધી એ રસલહાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !


સત્ય અહિંસા સ્નેહતણા મર્મો જ્યાં ઊઘડ્યા તારક પેઠ,
દેહબળે માનવ દિનદિન શિર ધારે દુનિયાની વધુ વેઠ;
કુંદનનો કસ અંકાવીને,
નવનવ તાવણીમાં તાવીને,
ત્યાં આ આતમકિમિયું દેખાડીને બાંધ્યું પશુબળ ભેઠ :
કોણે સ્પર્શ્યાં એ ઊંડાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !