પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૮૫
 



હરિજનમાં હરિજન થઇ બેઠા, સુરજનમાં સુરજનના રાજ,
ક્રોડ કેરા હ્રદય કેરા હૃદયવિસામા, લાખોની લાખેણી લાજ;
જગનાં પાપ ઉઠાવ્યાં માથે,
જગ પર ઢોળ્યાં અમૃત હાથે,
અર્ધ ઉઘાડા અંગે જીવી ઢાંક્યો ધ્રૂજતો દલિત સમાજ:
એનાં જડશે ક્યાં પરિમાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !


ધીકે ધગધગ જેનું હૈયું નિશદિન માનવ બાંધવ માટ,
પેટ ભરી મૂઠી અન્ને જે સૂએ તૂટી ફૂટી ખાટ,
આકાશે તારકશા ઊડે,
જેના ઉરતણખા દુખ ઊંડે,
એવો કોણ ઊભો જગ સામે ભારતરક્ષક આત્મવિરાટ ?
કોનો એ અવતાર પ્રમાણ ? -
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !