પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુત પ્રજાળે પિતૃ દેહ ક્યમ, નવ બ્રહ્મહત્યા લાગે ?
જો કહેશ આત્મા બ્રાહ્મણ છે, નહિ સંભવે નિરાધાર;
આત્મા દયા પ્રભુ વ્યાપક, બ્રાહ્મણ સહુ સંસાર.

પદ ૫૧ મું

પૃથક્ પૃથક્ જીવાત્મા કહેશજી, તોપણ દૂષણ તેમાં લેહેશજી;
બહુ બદલે છે આત્મા દેહજી, ક્યમ કહાવે નહિ બ્રાહ્મણ તેહજી.
શુકલ વર્ણ જો બ્રાહ્મણ કહિયેજી, તેનો પણ નિશ્વે નવ લહિયેજી;
બ્રહ્મબીજ બ્રાહ્મણ સન્માનજી, તેનું નિશ્ચે કયહાં છે જ્ઞાનજી ?

ઢાળ

હોય જ્ઞાન સમ્યક્ ઓળખે, હરિ જાતિનું નહિ કામ;
જો બતાવું તુજને ઘણા હરિ ભજે બ્રાહ્મણ નામ.