પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઋષિશૃંગ મૃગની ઉપન્યા, કુશાસ્તરણ કૌશિક;
શશપૃષ્ઠથી ગૌતમ ઉદે, વાલ્મીક થયા વલ્મીક.
મુનિ પરાશર ચંડાલિગર્ભ, અગસ્ત્ય ઘટથી જાત;
માતંગ મુનિ માતંગી સુત માંડવ્ય માંડુકી માત.
કરિણી કુંવર અનુચર ઋષિ, ભરદ્વાજ મા શૂદ્રાણી;
કૈવર્તકન્યા જનની વેદવ્યાસ મુનિની જાણી.
વેશ્યાથકી જ વસિષ્ઠ, ક્ષત્રાણીથી વિશ્વામિત્ર;
કીંકરી જનની નારદ મુનિ જગપૂજ્ય પરમ પવિત્ર.
ઇત્યાદિ બ્રાહ્મણ કહાવિયા, શ્રીકૃષ્ણજન પ્રતાપ;
નથી દયાપ્રીતમ કૃષ્ણ પ્રિય તે, પ્રકટ મૂર્તિ પાપ.

પદ ૫૨ મું

જ્ઞાની તે મહા અજ્ઞાનીજી, પ્રભુપણું પોતે બેઠા માનીજી;
ધર્મદાસનો સઘળો તાગેજી, તે ક્યમ પરમેશ્વર પ્રિય લાગેજી.
હું સાગર છું બોલે લવણજી, સત્ય કહે તે વાણી કવણજી;
જીવ કદાપિ બ્રહ્મ ન થાયજી, નદી ઉલટી વહી મૂળ ન સમાયજી.

ઢાળ

જ્યમ મૂળમાં ન સમાય નદી, ત્યમ જીવ સમાય ન બ્રહ્મ;
એમ કાર્ય કારણ નિરંતર છે, મુગ્ધ ન લહે મર્મ.