પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે ઉપર આવે આસક્તિ, પછી વ્યસનાવસ્થા થાય;
તે ઉપર તન્મયતા ખરી, વળતી ન કાંઈ કહેવાય.
પ્રેમની અવસ્થા ચાર છે, આસક્તિ ત્રણ વિવેક;
છે વ્યસનની બે અવસ્થા, પછી તન્મયતાની એક.
એ દશ અવસ્થા થઇ તેના, પ્રકટ ભાખું નામ;
જન દયાપ્રીતમ કૃષ્ણહેતુ ભોગવી છે વ્રજવામ.

પદ ૫૮ મું

દગરુચિ સ્મૃતિ અભીલાષોદ્વેગજી, પ્રેમાવસ્થા એ ચો નેગજી;
આસક્તિ ત્રિવ્યાધિ પ્રલાપજી, ઉન્માદસહ ત્રીજી અલાપજી.