પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વ્યસનાવસ્થા જડતા એકજી, અપર મૂરછનારહિત વિવેકજી;
તન્મયતાની અવસ્થા એહજી, મૃત્યુસદૃસ પણ છૂટે ન દેહજી.

ઢાળ

દેહ છૂટે નહિ એ દશ, અવસ્થા કેહેવાય;
જો વિસ્તારી વર્ણન કરું તો, ગ્રંથ વાધી જાય.
જળ સ્વાતિ ચાતક પ્રેમ છે, આસક્તિ ચન્દ્ર ચકોર;
છે વ્યસન વારી મત્સ્ય ત્રણ, ઉદાહરણના ઠોર.
હવાં કહું અતિસંક્ષેપ શ્રવણાદિક ક્રમ કરી માહાત્મ્ય;
અણુ માત્ર અંતર ઉતરે, તો પ્રસન્ન થાય પરમાત્મ.
એક વાર નામ કરણ વિષે, શ્રીકૃષ્ણ પડતાં માત્ર;
જ્યમ શર્દસંગે જળ અમલ, ત્યમ સદા શુચિજન ગાત્ર.
હોય શ્વાદ તદપિ દિક્ષિતનો, અધિકાર તેને થાય;
શ્રી ભાગવતમાં કહ્યું છે, જો કદી શંક ભરાય.