પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળી વદ્યાં શ્રીમહાલક્ષ્મીજી, શ્રવણ મહાત્મ્ય અપાર;
જન દયાપ્રીતમ કૃષ્ણ એટલું, સાંભળ્યું એકવાર.

પદ ૫૯ મું

જપ ગાયત્રી કોટિ એકજી, દાન સોલ સહિત વિવેકજી;
ક્રતુ શત કોટિ કર્યા અવેધજી, સહસ્ત્ર કર્યા તેણે હયમેધજી.
પરિક્રમ ભૂ પંચ લાખ હજારજી, કરી તેણે જાણે શતવારજી;
સુણ્યું એક જેણે હરિનું નામજી, વચન રમાનું સહુ શ્રુતિધામજી.

ઢાળ

શ્રુતિ શિખરનું સિદ્ધાંત કલિ, શ્રીકૃષ્ણ કીર્તન સાર;
જે થકી વણશ્રમ અગમ ભવ તરી, સર્વ પામે પાર.
કલિકાલ મહદાશુચ, નહિ કો કર્મનો અધિકાર;
શ્રીકૃષ્ણ નામ અડે નહિ, આનંદમય ઉચ્ચાર.
સાધન સકલ શિર મુકુટમણિ, શ્રીકૃષ્ણ અપર સ્વરૂપ;
હરિથકી પણ બળ અધિક, કરુણાવંત અભય અનૂપ;
મહાપાપ અકથિત તાપ, અખિલ સમૂળ ભસ્મીભૂત;
કરી કરે પરમાનંદ પ્રિય, હરિ નામ પાવન પૂત.