લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્રી લાભજપ જશ શુભ સકલ હોય, અમંગળ ટળી જાય;
તે સમય સહુ સવળું વિમુખ યદા હરિ સમરાય.
ભય કંસ દ્વેષે ચૈદ્ય કુબ્જા સ્મરણ હરિ સ્મરભાવ;
તદપિ થયું શિવ તો કહે; કો સ્નેહસ્મરણ પ્રભાવ.
જો નિમિષ વા નિમિષાર્ધ ચિંતન, ચતુર્ભુજનું થાય;
તો યજ્ઞ કોટિ હજારનું, ફ્ળ શાસ્ત્ર તેને ગાય.
સહુ શાસ્ત્ર ફરી ફરી વિચારે, મુનિ નિકળ્યો એ સાર;
જન દયાપ્રીતમ ધ્યાન ધરવું, નિત્ય નંદકુમાર.

પદ ૬૨ મું

છેલ છબીલા નટવરલાલજી, સુંદર નવઘનશ્યામ તમાલજી;
લલિત ત્રિભંગી મદનગોપાલજી, ત્રિભુવન મંગળ રૂપરસાળજી.
મદન મનોહર નખશિખ શોભાજી, નરનારી સહુ જગમન લોભાજી;
અમિતમાધુરી છે પ્રતિ અંગજી, જે પર વારું અનંત અનંગજી.