લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગોચરણ ને અધ ચંદ્રમા, છે લક્ષ્મ સપ્ત પદ વામ.
લીલા કમલ કર ફેરવે, ભવ રમણ હેતુ જેહ;
ઇત્યાદિ સાભિપ્રાય સહુ ધરિ વસ્તુ હરિજન સ્નેહ.
એ રૂપનું ચિંતન કર્યે ઉર વસે એજ સ્વરૂપ;
જન દયા પ્રીતમ શ્રીપુરુષોત્તમ અખિલ વ્રજના ભૂપ.

પદ ૬૩ મું

કૃષ્ણચરણમાં મન એકવારજી, જો દીધું મધ્યે અવતારજી;
તો સ્વપ્ને યમ દૂત ન જોયજી, પ્રકટ પેખવા ક્યાંથી હોયજી.
સદા કરે ચિંતન પ્રભુ કેરુંજી, તે જન દામોદરનું ડેહેરૂંજી;
સહજ સદા શ્રીજીમા મન્નજી, સકલ સફલ પૂરણ સાધન્નજી.