પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નૃગ કર્ણ સમ દાનેશ્વરી, ગંભીર સિંધુસમાન,
વિક્રમ સરખો યશસ્વી, સત્યવાદી શિબિ નલ માન.
કવિ શુક્ર સમ, ધર્મી યુધિષ્ઠિર, વાયુસમ બલવંત;
સમ સિદ્ધ સહસ્ત્રાર્જુન, ઇત્યાદિક સુગુણ અનંત.
સત્કુલ જન્મ સત્કર્મે લક્ષણ, ન્યૂન નહીં કશી વસ્ત;
એક શ્રદ્ધાભક્તિ પ્રેમ વ્રજપતિ, વિના સહુ શ્રીઅસ્ત.
ચો ચૌદ ષટ નવ અષ્ટાદશ, ભણી કર્યું સઘળું ટોલ;
શ્રી કૃષ્ણ ભક્તિ નથી તો સમજવો દ્વિજ ચંડોલ
નહીં વેળુ પીલે તૈલ કદિ, જલ મથે નવનીત ન્હોય;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણભક્તિ વિના ભદ્ર ન જોય.