પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે તણાં લક્ષણ સુણ કહું, જે કહ્યાં શાસ્ત્રપુરાણ;
પ્રભુ પ્રાણાધિક જેને પ્રિય પ્રભુને અધિક તે પ્રાણ.
શ્રીમદાચાર્યનો દૃઢાશ્રય, ઉર અન્યાશ્રય નહિ નામ;
નિરપેક્ષ વર્નિત કામ લોભે, સેવે સુંદર શ્યામ.
માત્સર્યરહિત, વિરક્ત, તત્પર સદા પર ઉપકાર;
હોય વ્યસન સેવા કથા કીર્તન, સતત નંદકુમાર.
શુભ સત્ય મિષ્ટ સુહિતકરણ, વાક્ય વદે હરિયુક્ત;
જન દયાપ્રીતમ કૃષ્ણ વલ્લ્ભ, સંત જીવનમુક્ત.

પદ ૭૦ મું

તે ભગવદીય દાસાનુદાસજી, થાતાં ઉર હોય ભક્તિ નિવાસજી
સત્સંગ મહાત્મ અપારજી, હરિ મળવાનો સત્ય ઉપચારજી,
ઉદ્ધવ પ્રત્યે શ્રીહરિ વાણીજી, તે કહું કીચિત્ ઇંહાં વખાણીજી;
ઉદ્ધવ મુજને ન રોધે યોગજી, સાંખ્ય ધર્મના કર્મ પ્રયોગજી.