પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકટ્યો ઇત્યાદિક હરિ રંગજી, પ્રભુ પામ્યા કેવળ સત્સંગજી;
સંગ સંતનો વ્યર્થ ન જાયજી, અલ્પમાત્ર પણ અતિ ફળદાયજી.

ઢાળ

ફળ અતિ સહજ સત્સંગથી, તરિયો અજામિલ પાપી;
સુત નામ નારાયણ ધરાવી, ભુક્તિ મુક્તિ આપી.
પવન વિથી ઉદક અતિ અશુચિ, જહાં મળ્યું જઇ જળગંગ;
ગંગા થયું તે સહજ સહજ, જો બલ મહદ્ પ્રસંગ.
હરિ સંગી સંગ સમાન લવ, સુખ નાક નહિ નિર્વાણ;
તો મૃત્યુલોકનું મૃષા સુખ તે, કરે કથન કોણ ?
સુર્દ્રુમ હરે દરિદ્રતા, શશિ તાપ, ગંગા પાપ;
તે ત્રણે સાધુસંગ સદ્ય, હરેજ અતુલ પ્રતાપ.