આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોય વૈષ્ણવ વૃક્ષ સમાન, ગુણ, પરસુખ કરે, નહિ કલેશ,
નખશિખ લાગી પરમાર્થ સહુ, સ્વાર્થ નહિ લવલેશ. ૭
વણ વાંક દે દુષ્ટ મારે દુર્વચન ઉર બાણ;
રતવી દયાપ્રીતમ કૃષ્ણ માગે, તેનું પણ કલ્યાણ. ૮
પદ ૭૨ મું
ગુણ સાધુના હોય જ એવાજી, પરોપકારી ચાહે ન સેવાજી;
દોષ કરે બહુ પરના પાનજી, પ્રકટ કરે ગુણ અલ્પ મહાનજી. ૧
ગરલ દોષ સાગર પીધોજી, ચંદ્ર ચતુર્થી ભાલે દીધોજી;
દુર્લભ સાધુ મળવા એવાજી, મળે પ્રસન્ન જો હોય હરિદેવાજી. ૨
ઢાળ
હરિદેવની કરૂણાબલે ભગવદીય એવા ભેટે;
ભક્તિ ઉદયે અનપાયિની, દુષ્કૃત દુ:ખ સહુ મેટે. ૩